નથુગઢ ના બાબર સમાજના યુવકની હત્યા મામલે આગેવાનો એસપી અને કલેક્ટર કચેરીએ રજુઆત કરી.આજે તારીખ 2જી માર્ચના રોજ બપોરના 2 કલાકના અરસામાં ભાવનગરના બાબર સમાજના યુવાન રાજુભાઈ ગઢાદરાની લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યાના વિરોધમાં બાબર સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. ન્યાયની માંગ સાથે સમાજના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરી અને એસપી અને કલેક્ટર કચેરી ખાતે રૂબરૂ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.