ગોધરા: ગોધરા શહેરની પ્રભાકુંજ સોસાયટીમાં ઘરે તસ્કરો ત્રાટક્યા: કમ્પાઉન્ડમાંથી ₹૭૦,૦૦૦ની કિંમતના પિત્તળના વાસણોની ચોરી
ગોધરા શહેરમાં આવેલી પ્રભાકુંજ સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય ગીરીશ જયંતીલાલ શાહના ઘરના કમ્પાઉન્ડને ગત ૧ જૂનના રોજ અજાણ્યા બે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.સાંજના સમયે તસ્કરો ઘરના કમ્પાઉન્ડમાં રાખેલા આશરે ₹૭૦,૦૦૦ની કિંમતના નાના-મોટા પિત્તળના છ તપેલાં ચોરીને પલાયન થઈ ગયા હતા. આ ઘટના અંગે ભોગ બનનાર ગીરીશભાઈ શાહે ગોધરા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.