વિજાપુર: વિજાપુર સરદાર પટેલ સર્કલ ખાતે ધારાસભ્ય સી.જે ચાવડા એ સરદાર પટેલ સન્માન યાત્રા નુ સ્વાગત કર્યું
વિજાપુર સરદાર પટેલ સર્કલ ખાતે ભારત દેશના એકતા અંખડિતા ના પ્રતિક સરદાર વલ્લભ ભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી નિમિત્તે બારડોલી થી સોમનાથ તરફ નીકળેલ સરદાર પટેલ સન્માન યાત્રા આજરોજ સોમવારે સાંજે ચાર કલાકે વિજાપુર આવતા ધારા સભ્ય સી.જે ચાવડા એ સરદાર પટેલ સન્માન યાત્રા નુ સ્વાગત કર્યું હતુ. અને સરદાર પટેલ સર્કલ ખાતે તેમની પ્રતિમા ને પુષ્પ પહેરાવી જન્મ જયંતી ની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમણ ભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ હાજર રહ્યા હતા