ગોધરા: બિસ્માર અમદાવાદ-ઇન્દોર હાઇવે અને અકસ્માતના ભય મુદ્દે ગોધરા યુવા કોંગ્રેસ પ્રમુખે પ્રધાનમંત્રી સમક્ષ રજૂઆત કરી
અમદાવાદ-ઇન્દોર એક્સપ્રેસ વે માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે. લાખો નાગરિકોની સુરક્ષા અને જનહિતના આ ગંભીર પ્રશ્ન અંગે પંચમહાલ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ માઈકલ એન. જોસેફે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પ્રધાનમંત્રીને ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદથી ગોધરા સુધી આ જ માર્ગ પર વાહન દ્વારા પ્રવાસ કરવા નમ્ર વિનંતી કરી છે,