તિલકવાડા: ભાદરવાના મહિલા ખેડૂત હસુમતિબેન તડવી વિવિધ પ્રકારની શાકભાજી, બાજરી, ઘઉં અને કપાસના પાકો થકી આત્મનિર્ભર બન્યા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવાના મહિલા ખેડૂત હસુમતિબેન તડવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા આત્મનિર્ભર બન્યા છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે અને માત્ર એક એકર જમીનમાં વિવિધ પ્રકારની શાકભાજી, બાજરી, ઘઉં અને કપાસ જેવા પાકોનું સફળતાપૂર્વક ઉત્પાદન કરે છે.