રાજકોટ: મનપા દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે 'સ્ટ્રીટ ફૂડ તાલીમ કાર્યક્રમ'નું આયોજન, 1,000 જેટલા શેરી ફેરિયાઓએ ભાગ લીધો
Rajkot, Rajkot | Oct 1, 2025 શહેરીજનોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ 'સ્ટ્રીટ ફૂડ તાલીમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોડ પર ખાદ્ય ચીજોનું વેચાણ કરતા 1000 જેટલા શેરી ફેરીયાઓ જોડાયા હતા અને ખાદ્ય ચીજોની ગુણવત્તા જાળવવા તેમજ સ્વચ્છતા જાળવવા અંગેની તાલીમ મેળવી હતી.