કડોદરા ગામે બિંદલ સિલ્ક મીલની એડમિન ઓફિસ સાથે સંકળાયેલા વ્યક્તિ સાથે ફાઈનાન્સ કંપનીના નામે ઓનલાઇન ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. ચલથાણ વિવેકાનંદ કોમ્પલેક્ષ નિવાસી રામચંદ્ર કિશનલાલ અમિલાલ સાથે પ્રતિક નામના અજાણ્યા ઈસમે ફોન પર પોતે Hero FinCorp માંથી બોલતો હોવાનું કહી ₹. 5 લાખની ટોપ-અપ લોન મંજૂર કરાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. લોન ઈન્શ્યોરન્સના નામે 5 થી 6 ફેબ્રુઆરી 2026 દરમિયાન ગુગલ પે અને પેટીએમ મારફતે અલગ-અલગ હપ્તામાં કુલ રૂપિયા 76,630, ટ્રાન્સફર કરાવ