ભાવનગર શહેર: ખેડૂતવાસ વિસ્તારમાં પોલીસ દ્વારા PGVCL ને સાથે રાખી કોમ્બિંગ કરી કાર્યવાહી કરાયાના ડ્રોન વિડિઓ સામે આવ્યા
Bhavnagar City, Bhavnagar | May 25, 2026
ભાવનગર પોલીસ બની આધુનિક, પોલીસે કરેલી કાર્યવાહીના ડ્રોન વિડિઓ સામે આવ્યા, શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, ટેકરી ચોક અને મેલડીમાની ધાર વિસ્તારમાં પોલીસે PGVCL ની ટીમ સાથે સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. સઘન ચેકિંગ અને કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 24 મકાનોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 7 મકાનોમાં ગેરકાયદેસર વીજ કનેકશન મળી આવતા કનેકશન કાપી અંદાજે 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.