7 નવેમ્બરના રોજ યુનિવર્સિટી રોડ પર સર્જાયેલ ધ્રુવી અકસ્માત મામલે મહિલા આરોપીને તાત્કાલિક જામીન મળી જતા મૃતકના પરિવારજનો ભારે રોષે ભરાયા હતા. સમગ્ર બનાવ વિશે વધુ વિગતો આપતા આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ મૃતક ધ્રુવીના પિતા દેવાંગભાઈ કોટેચાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓએ આ મામલે મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીશ્રીને પત્ર લખી આરોપીઓને કડકમાં કડક સજા કરાવી તેમની દીકરીને ન્યાય અપાવવાની માગણી કરી છે.