નવસારી: બોરિયાસ ટોલનાકા પાસે અંબિકા નદીમાં ગેરકાયદેસર માટી ખનન
નવસારીના બોરિયાસ ટોલનાકા પાસે આવેલી અંબિકા નદીના પટમાં ગેરકાયદેસર રીતે માટીનું ખનન થતું હોવાનું સામે આવ્યું છે. નદીના પટમાં મોટા પાયે થઈ રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.