અસારવા વોર્ડમાં આવેલી હીરાલાલની ચાલી ભીલવાસમાં છેલ્લા ૪ મહિનાથી પાણીની ગંભીર સમસ્યા યથાવત છે. તંત્રની ઉદાસીનતાથી કંટાળીને આજે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ AMC કચેરીએ હલ્લો બોલાવ્યો હતો. લોકોએ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવી આ વિકટ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા ઉગ્ર રજૂઆત કરી છે.