ગોધરા: ગોધરામાં પશુ સંરક્ષણ ગુનાનો વોન્ટેડ આરોપી વ્હોરવાડ ઢાળ પાસેથી ઝડપાયો
પંચમહાલ પોલીસની ખાસ સૂચના હેઠળ SOG ટીમે પેટ્રોલીંગ દરમિયાન ગોધરાના વ્હોરવાડ ઢાળ પાસેથી એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ASI શંકરસિંહ સજ્જનસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોહંમદ રફિક હુસેન અદા નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી ગોધરા ટાઉન 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં નાસતો ફરતો હતો. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ટાઉન 'એ' ડીવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.