જેસર: મોરચુપણા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુપોષણ કીટ વિતરણ કાર્યક્રમ કરાયો ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા
મોરચુપણા ગામે આંગણવાડી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોને સુપોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન પ્રતિનિધિ નીતુભા સરવૈયા, તાલુકા ભાજપ પ્રમુખ પાંચાભાઇ ખાંભલીયા, ગ્રામ પંચાયતના સભ્ય મનસુખભાઈ સાગઠીયા સહિત સરપંચ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને કીટ વિતરણ કરી હતી