ગોધરા: ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓ એક્શન મોડમાં: કાર્યભાર સંભાળતા જ વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લીધી
ગોધરા નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ કાર્યભાર સંભાળતા જ એક્શન મોડમાં આવી વિવિધ વિભાગોની આકસ્મિક મુલાકાત લીધી હતી. પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષે જન્મ-મરણ દાખલા, વેરા વસૂલાત, સ્ટ્રીટ લાઈટ, બાંધકામ તેમજ સેનેટરી અને આરોગ્ય વિભાગોની કામગીરીની સમીક્ષા કરી હતી. નાગરિકોને પડતી હાલાકીઓ દૂર કરવા અધિકારીઓ અને કર્મચારીઓને ઝડપી અને પારદર્શક કામગીરી માટે કડક સૂચનાઓ અપાઈ હતી. ખાસ કરીને જન્મ-મરણ દાખલા વિભાગની સમસ્યાઓને ગંભીરતાથી લઈ સુધારા માટે પગલાં