ગારિયાધાર: ગારીયાધાર નગરપાલિકાને નવું જેટિંગ મશીન ફાળવવામાં આવ્યું છે,
ગારીયાધાર નગરપાલિકાને નવું જેટિંગ મશીન ફાળવવામાં આવ્યું છે, જેના કારણે શહેરની સ્વચ્છતા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે નગરપાલિકાના પ્રમુખના હસ્તે આ જેટિંગ મશીનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. જેટિંગ મશીનના ઉપયોગથી ગટર લાઈનોમાં જમા થતો કચરો અને ગંદકી સરળતાથી દૂર કરી શકાશે, જેના પરિણામે ગટર ઉભરાવાની સમસ્યામાં રાહત મળશે. શહેરના નાગરિકોને