નડિયાદ: DYSP ની અધ્યક્ષતામાં ટાઉન પોલીસ મથક ખાતે જ્વેલર્સ માલિકો સાથે બેઠક યોજાઈ.
દિવાળીના તહેવારની ધ્યાનમાં રાખીને નડિયાદ શહેરમાં સોના ચાંદીના વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી નડિયાદ શહેર જ્વેલર્સ એસોસિએશન સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં નડિયાદ ટાઉન પોલીસ મથકમાં યોજાયેલી આ બેઠકમાં સહીના તમામ જવેલર્સના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તહેવાર દરમિયાન આર્થિક વ્યવહારો અને ભીડમાં ધ્યાનમાં રાખીને પોલીસ અધિકારીઓની દુકાનદારોની અત્યંત સાવધાની અને સુરક્ષાના પગલાં લેવા વિશેષ સુચના આપી હતી.