ગોધરા: ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકના રાયોટિંગ કેસમાં બે વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી ઝડપી પાડ્યા હતા
પંચમહાલ એસ.ઓ.જી. પોલીસે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના રાયોટિંગ કેસમાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓનાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. મળેલી બાતમીઓના આધારે મોહસીન મહંમદયુસુફ કાલુને વેજલપુર રોડ વિસ્તારમાંથી અને ફરદીન અલ્તાફ ઝભાને મેડ સર્કલ વિસ્તારમાંથી ઝડપાયા હતા. બંને આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી