કડોદરામાં આપ કાર્યકરોએ નેતાઓના સમર્થનમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા અને નારાબાજી કરીને નેતાઓ પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું. સમર્થકોએ આ નિર્ણયને “સત્યની જીત” તરીકે ગણાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જશ્નનો માહોલ લાંબા સમય સુધી યથાવત રહ્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે અદાલતના આ નિર્ણયથી પાર્ટીનું મનોબળ વધુ મજબૂત બન્યું છે.