બોડેલી: ખત્રી વિધાલય માં આરોગ્ય જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું
ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા બોડેલીમાં ,એન.એસ.એસ.યુનિટના સહયોગથી બોડેલી તાલુકા આરોગ્ય કચેરી, ટી.બી.(ક્ષય) અને રક્તપિત છોટાઉદેપુર વિભાગ દ્વારા આરોગ્ય જાગૃતિ માટે સેમિનાર યોજાયો.હાલમાં વધતા મલેરિયા , ડેન્ગ્યુ, હાથીપગો, ક્ષય (ટી.બી.), રક્તપિત વગેરે જેવા રોગો સામે કઈ રીતે જાગૃત થઈ બચી શકાય તે માટે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી.