ગોધરા: ગોધરામાં દારૂના ગુનામાં પકડાયેલી ₹૧૦ લાખની ટ્રક છોડવાની રીવીઝન અરજી કોર્ટે નામંજૂર કરી
નવેમ્બર ૨૦૨૫માં ગોધરા બી ડીવીઝન પોલીસે લીલેશરા ચોકડી પાસેથી હરિયાણાથી વડોદરા ઘુસાડવામાં આવી રહેલો ₹૨૧.૦૯ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે કાળા પાવડરની બોરીઓની આડમાં છુપાવેલો દારૂ, અશોક લેલન્ડ ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹૩૨.૧૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ કરી હતી.આ ગુનામાં પકડાયેલી ₹૧૦ લાખની ટ્રક મુક્ત કરાવવા માટે અરજદાર રાકેશ ઉદયપાલે સેશન્સ કોર્ટમાં રીવીઝન અરજી કરી હતી. જોકે, મુખ્ય સેશન્સ કોર્ટના જજ સી.કે. ચૌહાણે જિલ