ગોધરા: લુણાવાડા રોડ પર આવેલ એસઆરપી ગ્રુપ-5 ખાતે રહેતા એસઆરપી જવાને અગમ્ય કારણોસર પંખા પર ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું
ગોધરાના લુણાવાડા રોડ પર આવેલા એસઆરપી ગ્રુપ-5માં રહેતા 27 વર્ષીય જવાન પર્વતભાઈ ડામોરે 2 એપ્રિલે પોતાના ક્વાર્ટરમાં પંખા પર નાયલોન દોરીથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. તેઓ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડામોરઢુડા ગામના રહેવાસી હતા. ઘટનાની જાણ થતા પરિવાર અને પોલીસ સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આત્મહત્યાનું કારણ અજાણ્યું છે.