ગોધરા: ગોધરાની કોઠી ચોકડી નજીક હિટ એન્ડ રન: કારચાલકે બાઇક સવાર યુવકને અડફેટે લઈ પગ પર ટાયર ચડાવી દીધું, ચાલક ફરાર
ગોધરાના કોઠી સ્ટીલ નજીક ભારત સીલીકા ગેટ પાસે એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની છે. એક બેફામ ઝડપે આવતી કારના ચાલકે બાઇક સવાર યુવક શહબાજ ઇદરીસ ઇસ્માઇલવાલાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં શહબાજને મોઢાના ભાગે ઇજાઓ થઈ હતી, તેમજ કાર ચાલકે તેના ડાબા પગ પર ગાડીનું ટાયર ચડાવી દેતાં તેને ગંભીર ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ગુનો