ગોધરા: ગોધરાની ઝાકીર હુસૈન સ્કૂલના મેદાન નજીક યુવાન પર ચપ્પુથી હુમલો, હુમલાખોર પડોશી યુવાન હુમલા બાદ ફરાર
ગોધરામાં 18 વર્ષીય યુવક પર ચપ્પુથી હુમલાની ઘટના સામે આવી છે. આદિલ તાહીર ગીતેલી પર તેના પડોશી રીઝવાન ઇમરાન અલ્લીએ જૂના ઝઘડાની અદાવત રાખીને હુમલો કર્યો હતો. ઝાકીર હુસૈન સ્કૂલ નજીક બાઈક પર જતા સમયે આરોપીએ તેના હાથ અને પેટમાં ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ આરોપી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત આદિલને મિત્રે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો. પોલીસે કેસ નોંધાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે.