રાજકોટ: સુભાષનગર-3માં એક વંડામાં ફટાકડો ફૂટતા આગ ભભૂકી,ફાયર કાફલો ઘટના સ્થળે,ભારે જહેમતબાદ આગ કાબુમાં લેવાઇ સદનસીબે જાનહાની ટળી
Rajkot, Rajkot | Oct 21, 2025 ગઈકાલે રાત્રે 1:30 વાગ્યાની આસપાસ શહેરના રૈયા રોડ પર આવેલ સુભાષનગર -3માં આવેલ એક વંડામાં ફટાકડો ફૂટતા ત્યાં રહેલો કચરો સળગતા આગ ભભૂકી ઉઠી હતી. બનાવને પગલે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી મહા મહેનતે આગ કાબુમાં લીધી હતી.સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.