ભાવનગર શહેર: શાસ્ત્રીનગરમાં ટેમ્પલ બેલ વાહન અને કાર વચ્ચે અકસ્માત, જાનહાની ટળી
Bhavnagar City, Bhavnagar | Apr 13, 2026
આજે તારીખ 13એપ્રિલ ના રોજ સવારના 11 કલાકે ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં ટેમ્પલ બેલના વાહન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ બંને વાહનોને સામાન્ય નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને ટ્રાફિક થોડા સમય માટે પ્રભાવિત થયો હતો.