ગોધરા: કાંકણપુર પોલીસમથકે વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાના પ્રકરણમાં DySP બ્રિન્દા જાડેજાએ માહિતી આપી હતી
ગોધરાના કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન નરેન્દ્ર રણછોડ બારિયા સામે મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલ રૂ. ૧૫.૨૦ લાખના વિદેશી દારૂના જથ્થાને બૂટલેગર પ્રવિણસિંહ રતનસિંહ પરમારને વેચી દેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આરોપીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આ કૃત્ય આચર્યું હોવાની વિગતો બહાર આવી છે. આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી નરેન્દ્ર બારીયા, અન્ય બે હોમગાર્ડ, એક જી.આર.ડી. જવાન અને બૂટલેગર સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી તેમને જ