ખંભાત શહેરના ખારીવાડી, જગન્નાથ મંદિર પાસે રહેતી જ્યેનાબાનુ વિજયભાઈ ચાવડા (ઉ. વ. ૩૫) ગત ૪થી જાન્યુઆરીના રોજ પોતાના ઘરેથી હોસ્પિટલ જાવ છું તેમ કહીને નીકળીને ક્યાંક ગૂમ થઈ જવા પામી હતી. જેની લાગતા વળગતા તમામ સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં પણ કોઈ પત્તો ના મળતા આ અંગે ખંભાત શહેર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.