ભાવનગર શહેર: કાળિયાબીડ વિસ્તારમાં સગાઈ થયેલ યુગલ પર જીવલેણ હુમલો અને લૂંટ કરનાર બે ઈસમોના બે દિવસના રિમાન્ડ મંજુર
Bhavnagar City, Bhavnagar | Apr 5, 2026
કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના કાચા રસ્તે તા. ૦૧/૦૪/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે ફરિયાદી દિશાબેન ડાભી અને તેમના ફિયાંશ મનદીપસિંહ યાદવ જ્યારે વાત કરતા ચાલતા જતા હતા, ત્યારે અજાણ્યા. લૂંટારુઓ તેમની પાસેથી આશરે રૂ. ૩૦,૫૦૦ની મતાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા જે ફરિયાદ ના આધારે વિપુલભાઈ જીવરાજભાઈ જાદવ અને હરેશ ઉર્ફે વિજય ભુપતભાઈ રાઠોડ ઝવેરભાઈ ઝડપી લઈ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા.