મહુવા: મહુવા નકલી દારૂ ફેક્ટરી કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
મહુવા તાલુકાના કેપ્ટન ફુર્ડ ખાતે ઝડપાયેલી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી કેસમાં ભાવનગર પેરોલ-ફર્લો સ્ક્વોડને વધુ એક મહત્વની સફળતા મળી છે. કેસમાં વધુ એક આરોપી રાજભા ભીખુભા ગોહિલની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલ મહિનામાં પેરોલ-ફર્લો સ્ક્વોડે કેપ્ટન ફુર્ડ ખાતે દરોડો પાડી ₹15.25 લાખના મુદ્દામાલ સાથે 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવ ભીખુભા ગોહિલનું નામ સામે આવ્યું હ