ધરણીધર તાલુકાના માવસરી પોલીસે 22 ડિસેમ્બરે બોર્ડર પંથકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે એક લક્ઝુરિયસ બ્રેઝા ગાડીમાંથી ₹7,22,864 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજસ્થાનના બાડમેર જિલ્લાના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજો આરોપી ફરાર થઈ ગયો છે