ગોધરા: તાલુકાના મોરડુંગરા ટેકરા પાસે થયેલ અકસ્માતનો મામલો : તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાઇ
ગોધરા નજીક મોરડુંગરા ટેકરા પાસે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યા છે. અલ્ટો કારના ચાલક કિરણભાઈ દિનેશભાઈ પટેલે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કાબૂ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કાર ચાલક કિરણભાઈ પટેલ અને મુસાફર મહેશભાઈ ભવાનભાઈ બારીઆનું ગંભીર ઇજાઓ થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય બે મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત અંગે ઈજાગ્રસ્ત મ