ખેરાલુ: ખેરાલુના વિઠોડા ગામે બંધ મકાનમાંથી 31,500ની ચોરી
ખેરાલુના વિઠોડા ગામે બંધ મકાનના દરવાજા અને તિજોરી તોડી તસ્કરોએ ચાંદીના દાગીના, રોકડ અને પાણીની મોટર સહિત કુલ 31,500 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. આ મામલે ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ ચાલુ છે.