ગાંધીનગર: અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્વની આગાહી કરી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે, જેના પરિણામે 4 થી 7 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદની શક્યતા છે અને ચોમાસાની પીછે હઠ વચ્ચે પણ વરસાદ થવાની સંભાવના છે. પટેલ વધુમાં જણાવ્યું કે બીજી સિસ્ટમ 10 થી 13 તારીખ દરમિયાન બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે, જેના કારણે ફરીથી વરસાદ પડી શકે છે.