ગોધરા: પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવેલા આણંદ-ગોધરા સેક્શન પર આવતીકાલે એક દિવસ માટે મેમુ ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવી
રેલવે બ્લોકને કારણે આવતીકાલે આણંદ-ગોધરા મેમુ ટ્રેન રદ્દ રહેશે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવેલા આણંદ-ગોધરા સેક્શન પર આવતીકાલે એક દિવસ માટે મેમુ ટ્રેન સેવા સ્થગિત કરવામાં આવી છે. ડાકોર અને ઠાસરા સ્ટેશન વચ્ચે ડાઉન લાઇન પર આવેલા બ્રિજ નંબર 51 ના પુનઃનિર્માણ કાર્ય માટે રેલવે પ્રશાસન દ્વારા ખાસ બ્લોક લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર, આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીને કારણે આવતીકાલે તારીખ 16.05.2026 શન