દસ્ક્રોઈ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા. સાત વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા. સાત વર્ષથી ફરાર રહેલા અને કુખ્યાત અબ્દુલ લતીફ ગેંગના શૂટર તરીકે ઓળખાતા મોહમ્મદ તસ્લીમને રાજસ્થાનના ઉદયપુરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. રાધિકા જિમખાના હત્યાકાંડ અને પૂર્વ સાંસદ રઉફ વલીઉલ્લાહ હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો તસ્લીમ પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. વર્ષ 1992માં અમદાવાદના ચર્ચિત રાધિકા જિમખાના હત્યાકાંડમાં AK-47 જેવા ઘાતક હથિયારોનો ઉપયોગ થયો હતો, જેમાં 9 લોકોના મોત થયા હતા. આ કેસમાં દોષિત ઠર