બગવદર પોલીસે શીશલી ગામે થયેલ ચોરીના આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પોરબંદરની જેલ હવાલે કર્યો
Porabandar City, Porbandar | Oct 2, 2025
શીશલી ગામે  લીરબાઈ માતાજીના મંદિરે તારીખ 22 સપ્ટેમ્બર ના રોજ શેટીમાં ઓસીક નીચે રાખેલ 50 હજાર રૂપિયાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.ત્યારે આ ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં કુતિયાણા તાલુકાના કાનાકુવા ગામે રહેતા રાજુ ભાણાભાઈ ધાંધલ નામના શખ્સને મુદામાલ સાથે ઝડપી લીધો હતો આ શખ્સને કોર્ટમાં હાજર કરતા કોર્ટે જામીન ના મંજુર કરતા આ શખ્સને જેલ હવાલે કર્યો હતો.