શહેરના અધેવાડા નજીક એક આધેડની હત્યા કરેલી લાશ મળી આવી હતી. જે બનાવને લઈને પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ઘટના હત્યાની હોવાનું ખુલવા પામતા પોલીસે અધેવાડાના શખ્સને ઝડપી લીધો હતો અને આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.