દિયોદર તાલુકાના ખેડૂત આગેવાન ઈશ્વરભાઈ ચૌધરીએ મીડિયામા કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સહાયમાં મોટી વિસંગતતા હોવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ હેક્ટર દીઠ ₹22,000 સહાય આપવાની જાહેરાત કરી હતી, પરંતુ વાસ્તવિકતામાં ખેડૂતોને આટલી રકમ મળી રહી નથી.ચૌધરીના જણાવ્યા અનુસાર, સરકારે વચન આપ્યા મુજબ હેક્ટર દીઠ ₹22,000 મળવાને બદલે ખેડૂતોના ખાતામાં ઘણી ઓછી રકમ જમા થઈ રહી છે. આ બાબતને કારણે ખેડૂતોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે