વઢવાણ: બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ને ગાળો આપનાર પિતા પુત્ર વિરુદ્ધ ફરજમાં રૂકાવટ ની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા દલપતભાઇ કુબેરભાઈ પરમારે અરજી સંદર્ભે વિપુલભાઈ રાવલ ને નિવેદન માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા ત્યારે તેમની સાથે આવેલા તેમના પુત્ર અને વિપુલભાઈ એ પોલીસ કર્મચારીને ગાળો આપતા આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.