ગોધરા: ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં શોરૂમ પાસે પાર્ક કરેલી કારમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ
ગોધરા શહેરના વાવડી રોડ પર આવેલા ઝુડિયો શોરૂમ પાસે પાર્ક કરેલી એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જેને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તુરંત ત્યાં પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, દુર્ઘટના સમયે કારમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે અને કોઈને ઈજા થઈ નથી. પ્રાથમિક આશંકા મુજબ આગ શોર્