લીંબડી: લીંબડી ના બોરણા ગામે ડેન્ગ્યુએ લીધો ભરડો છેલ્લા પાંચ દિવસમા ચાર લોકો ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં
લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યો છે. વાયરલ ઇન્ફેક્શન ફિવર સાથોસાથ હવે ડેન્ગ્યુ એ દેખા દીધી છે. લીંબડી તાલુકા ના બોરણા ગામે વરસાદના પાણી નો નિકાલ ન થતા રહેણાક વિસ્તારમાં ઠેર ઠેર ઉકરડા અને કાદવ કીચડ નુ સામ્રાજ્ય છવાતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને છેલ્લા પાંચ દિવસમા ગામમાં ચાર લોકો ડેન્ગ્યુની ઝપટમાં આવ્યા છે જે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતે ગામ લોકો એ જિલ્લા આરોગ્ય તંત્ર મા રજૂઆત કરી