પાલીતાણા: માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા
પાલીતાણાના માર્કેટિંગ યાર્ડ ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા અને શુભારંભ કરાવી ખેડૂતોને વિવિધ માર્ગદર્શન તેમજ સહાય યોજના વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં વહીવટી વિભાગના અધિકારીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા