પુણા: શહેર sog દ્વારા દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ હોટલો, ગેસ્ટ હાઉસ અને ડોરમેટરીમાં તપાસ કરી, રજીસ્ટર મેન્ટેન કરવા સૂચના
શહેર sog દ્વારા મંગળવાર ની મોડી રાત્રે શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ,હોટેલો અને ડોરમેટરી માં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.અન્ય રાજ્ય બહારથી આવેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.જ્યારે સંચાલકોને પણ હોટલમાં રોકાણ કરતા લોકોના ઓળખ પુરાવા સહિતની વિગતો રજીસ્ટર માં ફરજિયાતપણે નોંધ કરવા આદેશ કર્યા હતા.આ ઉપરાંત શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરેલી sop નું પણ ચુસ્ત રીતે પાલન કરવા માટેની સૂચના આપી હતી.