ગોધરા: ગોધરાના લાડુપૂરા ગામે ખેતરમાં આગની ઘટના બનતા ઘાસનો જથ્થો બળીને ખાક, ફાયર ફાઈટરોએ મેળવ્યો કાબુ
ગોધરા તાલુકાના લાડુપૂરા ગામે ખેતરમાં રાખેલા ઘાસના પુડામાં અચાનક આગ લાગી, જેના કારણે મોટો ઘાસનો જથ્થો બળીને ખાક થયો. સૂકું ઘાસ અને પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ગ્રામજનોએ શરૂઆતમાં આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ન થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ગોધરા ફાયર ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ખેડૂતને આર્થિક નુકસાન થયું છે. આગનું કારણ હજી અજ્ઞાત છે.