ભુજ: સ્વચ્છતા માટે શ્રમદાન, પ્લાસ્ટિક મુક્તિનો સંકલ્પ કરાયું
Bhuj, Kutch | Oct 2, 2026 ભુજના દાદા-દાદી પાર્ક ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમ યોજાયો. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો. આ પ્રસંગે નાગરિકોને કાપડની થેલીઓનું વિતરણ કરાયું તેમજ સફાઈ મિત્રોને સન્માનિત કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી. ઉપસ્થિત સૌએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને સ્વચ્છતા જાળવવા સામૂહિક શપથ લીધો.