ભાવનગર શહેર: સમુદ્રમાં બે મહિના સુધી માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પ્રસિદ્ધ કરાયું
Bhavnagar City, Bhavnagar | May 31, 2026
ભાવનગર જિલ્લામાં માછીમારી કરતાં માછીમારો માટે જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં વાવાઝોડું, વરસાદ અને તોફાની પવનને લઈને જીવનું જોખમ ઊભું ન થાય તે માટે આગામી તારીખ 1-6 થી 30-7 સુધી દરિયામાં માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.