ભાવનગર શહેર: ગંગાજળિયા પોલીસે કણબીવાડના નાકા પાસેથી વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Apr 6, 2026
ગંગાજળિયા પોલીસ મથક ખાતેથી માહિતીમાં જણાવ્યા અનુસાર ગંગાજળિયા પોલીસ સ્ટાફ પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અજય બારૈયા નામનો શખ્સ શંકાસ્પદ રીતે નીકળતા તેની તલાસી લેતા શખ્સ પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે ઝડપી પ્રોહીબીશન કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.