ભાવનગર શહેર: સ્થાનિક સ્વારાજની ચૂંટણીને લઇ ભાજપની કાળીયાબીડ ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં 560 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાળીયાબીડ ખાતે નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો અને પૂર્વ નગરસેવકો સહિત 560 કાર્યકર્તાઓએ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી.