વિજાપુર: વિજાપુર સરદારપુર લક્ષ્મીપૂરાવાસ પીરોજપુરા રોડ ઉપર રાત્રીએ ઘર આગળ શંકાસ્પદ હિલચાલ કરતા ઇસમ ને લોકો એ પકડી ફરીયાદ નોંધાવી
વિજાપુર સરદારપુર લક્ષ્મીપુરાવાસ માં રહેતા નિસર્ગભાઈ પટેલના ઘરના બહાર દરવાજા આગળ મોડી રાત્રીએ ઉભેલા શખ્સની શંકાસ્પદ હિલચાલને લઇ નિસર્ગ ભાઈપટેલે આસપાસનાલોકોને બૂમ પાડીબોલાવતા ઘરઆગળથી તે શખ્સ નાસી છૂટી ખેતર તરફ ભાગ્યો હતો.લોકોએ રસ્તા ઉપરથી તે શખ્સ ને પકડી પોલીસના હવાલે કરી નિસર્ગપટેલે પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.પોલીસે આજરોજ શુક્રવારે બપોરે 12 કલાકે ચોરી કરવાના શકાંસ્પદ હિલચાલને લઇ નિસર્ગપટેલની ફરીયાદનાઆધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.