રાજકોટ પૂર્વ: 'આપ' પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અલગ અલગ દુર્ઘટનાઓ મુદ્દે સરકાર દ્વારા રચવામાં આવેલી અનેક SITની પોલ ખોલી
શહેરમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ગોઝારી ઘટનાની તપાસ અંગે સરકાર દ્વારા રચવામાં આવેલી સીટની બોલ ખોલવા ઈશુદાનભાઈ ગઢવી એ આજે સોમવારે બપોરે 12 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં વિવિધ દુર્ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે, આજ સુધી આ તમામ દુર્ઘટનામાં દોષિતોને યોગ્ય સજા મળી નથી. આ પ્રત્યે તેઓએ રોષ વ્યક્ત કરતા પીડિતોને યોગ્ય ન્યાય અને દોષિતોને આકરી સજા આપવા સરકારશ્રીને અનુરોધ કર્યો હતો.